આધાર-પુરાવા વગર ચોરી-છળકપટથી મેળવેલ ગેસના બાટલાઓ સાથે આરોપીને ઝડપી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ અને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબનાઓએ મિલ્કત સબંધી બનતા બનાવો અટકાવવા સારુ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.જાડેજા નાઓની સુચના મુજબ લાકડીયા પોલીસ સ્ટાફના માણસો કોમ્બિંગ નાઈટ રાઉન્ટમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે લાકડીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોરબી-સામખીયાળી નેશનલ હાઈવે પર આવેલ આશુવીરા હોટલની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાંથી કોઈપણ જાતના આધાર-પુરાવા વગરના ચોરી-છળકપટથી મેળવેલ ગેસના ખાલી બાટલા નંગ-૪૧ તથા ગેસ ભરવાની નોઝલ સહિત શકપડતા મુદામાલ સાથે આરોપી મહીપાલ કિષ્નારામ બિશ્નોઇ ઉ.વ.૨૯ રહે.મુળ.મુલરાજ તા.ફલૌદિ જી.જોધપુર રાજસ્થાન રહે.હાલે.શક્તિનગર મુંદ્રા તા.મુંદ્રા,કચ્છવાળાને ઝડપી પાડવામાં આવેલ અને ઉપરોક્ત મુદામાલ બી.એન.એન.એસની કલમ-૧૦૬ મુજબ કબ્જે લઈ પકડાયેલ આરોપીને બી.એન.એસ.એસની કલમ-૩૫ (૧)(ઈ) તળે ધોરણસર અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. > પકડાયેલ આરોપી :મહીપાલ કિશનારામ બિશ્નોઇ ઉ.વ.૨૯ મુળ રહે.મુલરાજ તા.ફલૌદિ જિ.જોધપુર,રાજસ્થાન હાલ રહે.શક્તિનગર મુંદ્રા તા.મુંદ્રા કચ્છ > કબ્જે કરેલ મુદામાલ: અલગ-અલગ કંપનીના ખાલી ગેસ બાટલા નંગ-૪૧ કિ.રૂ.૪૧,૦૦૦/- ગેસના બાટલા ભરવાની નોઝલ કિ.રૂ.૯,૦૦૦/- > કુલ કિંમત: રૂ. ૫૦,૦૦૦/- આ કામગીરી જે.એમ.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પો.હેડ કોન્સ. ભાવનાબેન ચૌધરી તથા પો.કોન્સ.હકુમતસિંહ જાડેજા અને હસમુખભાઈ દ્વારા કરવામાં આવેલ છે.