મીઠી રોહર નજીક ટેન્કરમાં આગથી કેબિન બળીને ખાખ
copy image

ગાંધીધામ તાલુકાના મીઠી રોહર નજીક પાર્કિંગ પ્લોટમાં ઊભેલા ટેન્કરમાં આગ લાગતાં વાહનની કેબિન સળગી ગઇ હતી. મીઠી રોહર નજીક પટેલ વૂડવાળી ગલીમાં આવેલા પાર્કિંગ પ્લોટ એલ.એસ. નં. 191/પી.2, પ્લોટ નં. 278માં ગત તા. 28-6નાં ચાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ગામની યોગેશ્વર સોસાયટીમાં રહેનાર શંકર વસ્તા બાબરિયા (આહીર)નું ટેન્કર પ્લોટમાં પડયું હતું. દરમ્યાન કોઇ કારણોસર આ વાહનમાં અચાનક આગ લાગી હતી, જેમાં વાહનની કેબિન સંપૂર્ણ સળગી ગઇ હતી. બનાવમાં રૂા. 2,50,000ની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. પોલીસે નોંધ કરી બનાવ કેવી રીતે બન્યો તેની આગળની તપાસ હાથ ધરી હતી.