લોડાઈમાં ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ ઝડપાયા
copy image

ભુજમાં ગંજીપાના વડે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સને પદ્ધર પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂા. 26,600 અને એક મોટરસાઈકલ કિ.રૂા. 20,000 મળી કુલ રૂા. 46,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે એક નાસી છૂટયો હતો પ્રાપ્ત માહિતી મુજબ , પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં લોડાઈમાં આવેલી સેન્ટ જોસેફ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલની પાછળ આવેલા ખુલ્લા પટમાં પત્તા ટીંચતા શામજી ઉમર કોલી, હેસૈન નૂરમામદ નાગડા અને નરોત્તમ નરશી કાપડીને ઝડપી પાડયા હતા, જ્યારે ઓસમાણ કુંભાર નાસી છૂટયો હતો. પોલીસે તમામ સામે જુગાર ધારા તળે ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીને પકડવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.