હમીરપર ખૂન કેસમાં ત્રણ ઇસમના વચગાળાના જામીન અદાલતે નકાર્યા

cort-logo

copy image

copy image

રાપર તાલુકાના હમીરપર ગામમાં એક સાથે પાંચ લોકોની હત્યા કરવાના કેસમાં આરોપીઓ પૈકીના  ત્રણ શખ્સો  માટે કરવામાં આવેલી વચગાળાના જામીનની માગણી અદાલતે નામંજૂર કરી હતી.  ભચાઉની સેશન્સ  કોર્ટ સમક્ષ  આરોપીઓ પૈકીના ધનરાજભાઈ કરસનભાઈ ખિયાણી, દિનેશ  કરસનભાઈ કોલી અને લાખા  કોલીએ વચગાળાના  જામીન કેળવવા અરજી કરી હતી. બંને પક્ષને સાંભળીને અદાલતે વચ્ચગાળાની માગણી ઠુકરાવી દેતો નિર્ણય આપ્યો  હતો. અત્રે નોંધનીય  છે કે, એક સાથે પાંચ લોકોની હત્યાના આ કેસમાં  22 આરોપી સામે ગુનો નોંધાયા  બાદ ધરપકડ  કરાઈ હતી. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. વચગાળાના જામીન અંગેના આ કેસની સુનાવણીમાં ફરિયાદી તરફે  વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવી, વાય. વી. વોરા, આર. એસ. પંડયા, એ. એન. મહેતા, એચ. કે. ગઢવી તથા એસ. એસ.  ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી.