ચેક પરતના કેસમાં માંડવીના ઇસમને એક વર્ષની કેદની સજાનો આદેશ
copy image

ચેક પરતના કેસમાં માંડવીના આરોપીને જ્યુડિશિયલ કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા રૂા. 2,00,000 વળતરપેટે ચૂકવવા હૂકુમ કર્યો હતો. આરોપી જુસબ મામદહુસેન તુર્કે ફરિયાદી શામળા મુરજી ગઢવીને આપેલો રૂા. 2,00,000નો ચેક પરત ફર્યો હતો. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને એક વર્ષની કેદની સજા તથા વળતર પેટે રૂા. 2,00,000 એક માસમાં ચૂકવવા આદેશ કર્યો હતો અને જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો વધુ 90 દિવસની કેદની સજાનો આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાત્રી દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી, અંકિત સી. રાજગોર તથા વિનય પી. મોતાએ હાજર રહી દલીલ કરી હતી.