સામખિયાળી નજીક હિટ એન્ડ રનના બનાવમાં વૃદ્ધે જીવ ગુમાવ્યો

copy image

copy image

copy image
copy image

સામખિયાળી પાસે હાઈવે પર અજાણ્યો વાહન ચાલક “હિટ એન્ડ રન’ ના બનાવને અંજામ આપી નાસી ગયો હતો, જેમાં રસ્તો ઓળંગી રહેલા 50 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. આ બનાવમાં મૃતકના પુત્રએ જીવલેણ અકસ્માતને અંજામ આપી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મુળ પાટણના હાલે ગાંધીધામના નવી સુંદરપુરી રહેતા અને ખાનગી નોકરી કરતા જગદિશભાઈ સંપતભાઇ મકવાણાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની માતાનું આઠ વર્ષ પહેલાં નિધન થયું છે અને તેમના પિતા સામખિયાળી રહે છે અને છૂટક મજૂરીકામ કરે છે. તા.તા.2/7 ના તેઓ રાજકોટ હતા, તા.3/7 ના સામખિયાળી પાસે આવેલી પાગારા હાઇવે હોટલના હુશેનભાઈએ ફોન કરી તેમને જાણ કરી હતી કે તમારા પિતા રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો છે. આ જાણ થતાં જ તેઓ ભચાઉ સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમના 50 વર્ષીય પિતા સંપતભાઈ પુંજાભાઈ મકવાણા રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ જતા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતાં ગંભીર ઇજાથી તેમનું મોત નિપજ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું. જીવલેણ અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે સામખિયાળી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.