કેરામાં મારામારીના બનાવમાં  6 સામે ફરિયાદ

copy image

copy image

કેરાની વાડીના કબ્જા બાબતે મારામારી થતા છ વિરુદ્ધ ગુનો નોધાયો હતો . ભુજના ગણેશનગરમાં રહેતા ફરિયાદી અર્પિતાબેન મુળજીભાઈ વેકરીયાએ માનકુવા પોલીસ મથકે આરોપી અરવિંદ કુવરજી હીરાણી અને નીતિન અરવિંદ હીરાણી સામે ગુનો નોધાવતા જણાવ્યું કે શુક્રવારે તેમના પિતાજીએ સાટા કરાર પર  રાખેલ વાડી પર જુવારનો ચારો કાપવા  માટે ગયા ત્યારે આરોપીઓએ વાડીમાં શા માટે આવ્યા છો તેવું કહી ભૂંડી ગાળો બોલી લાકડીથી માર મારી ઈજાઓ પહોચાડી હતી.સામા પક્ષે ફરિયાદી અરવિંદ કુવરજી હીરાણીએ આરોપી જય મુળજી વેકરીયા, અર્પિતાબેન મુળજી વેકરીયા,ખીમજી કાનજી મહેશ્વરી અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોધાવ્યો હતો .આરોપીઓએ વાડીના કબ્જા બાબતે મનદુઃખ રાખી ભૂંડી ગાળો બોલી ફેક્ચર અને મુઢમાર સહિતની ઈજાઓ પહોચાડી હતી.