મેઘપરના  બોરીચીની ઝાડીમાંથી દારૂ ઝડપાયો : આરોપી ફરાર

daru2

copy image

copy image

 અંજારના મેઘપર બોરીચી નજીક બાવળની ઝાડીમાં એક મોપેડમાંથી પોલીસે રૂા. 7280નો શરાબ જપ્ત કર્યો હતો, પરંતુ અહીં છૂટક દારૂ વેચનારો શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો.  મકલેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચેલી સ્થાનિક પોલીસને હ્યુન્ડાઇના શોરૂમ સામે પુલ નીચે સામે બાવળની ઝાડીમાં સફેદ મોપેડ રાખી આસપાસના વિસ્તારોમાં એક શખ્સ દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમી મળી હતી. પોલીસ ત્યાં પહોંચતાં શખ્સે મોપેડ માં ચાવી લાગેલી હાલતમાં રાખી ત્યાંથી નાસી ગયો હતો. આ વાહનમાંથી ગ્રીન લેબલ 750 એમ.એલ.ની 16 બોટલ કિંમત રૂા. 7280નો શરાબ જપ્ત કરાયો હતો.