માધાપર પાસે ખંભરાના દંપતિને કચડનાર ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાઈ

fir-3

copy image

copy image

માધાપરમાં પાસેના નળવાળા સર્કલ નજીક સાંજના અરસામા ખંભરાના દંપતિ પર ટ્રેઇલરના પૈડાં ફરી વળતા ઘટનાસ્થળે બંનેના કમકમાટીભર્યા મોત થયા હતા. આ માર્ગ અકસ્માત મોતના બનાવમાં ટ્રેઇલરચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો . માધાપર પોલીસ મથકે મૃતક મેઘજીભાઇના બહેન લક્ષ્મીબેન રમેશભાઇ સુંદરા (રહે. મિરજાપર)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 6/7ના સાંજના  5.15 વાગ્યાના અરસામાં માધાપરના નળવાળા સર્કલ પાસે તેમના ભાઇ મેઘજીભાઇ હરિલાલ વણકર મારવાડા (રહે. ખંભરા, તા. અંજાર) તથા ભાભી જ્યોતિબેન મેઘજીભાઇ વણકરની બાઇકને આરોપી ટ્રેઇલરના ચાલકે પૂરઝડપે-બેદરકારીથી ચલાવી હડફેટે લેતાં ભાઇ તથા ભાભી બંનેને ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી ગુનો કર્યો હતો . પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.