ભચાઉમાં શેરી લાઇટ મુદ્દે પિતા- પુત્ર પર ચાર શખ્સનો હુમલો

copy image

copy image

ભચાઉના ભવાનીપુરમાં ત્રણ શખ્સે નગરપાલિકામાં કામ કરનારા એક આધેડ ઉપર હુમલો કર્યો હતો. ભચાઉમાં ભવાનીપુર શેરી નં. 13માં રહેનાર તથા નગરપાલિકામાં રોડ લાઇટ ખાતામાં સહાયક તરીકે કામ કરનારા ભરત રણમલ સંઘારે હર્ષદ ગોવિંદ પ્રજાપતિ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અઠવાડિયા પહેલાં આરોપી હર્ષદે ફરિયાદીને ફોન કરી અમારી શેરીની બંધ લાઇટો ચાલુ કરી જા તેવું કહ્યું હતું જેથી ફરિયાદીએ પાલિકામાં અરજી કરવા જણાવ્યું હતું ત્યારે આરોપીએ બોલાચાલી કરી હતી. રાતના અરસામાં  ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા તેમના દીકરા મનોજને માર માર્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.