ત્રંબૌના લેન્ડગ્રેબીંગ કેસમાં ઈસમને આગોતરા મંજૂર
copy image

રાપર તાલુકાના ત્રંબૌ ગામે આવેલી ખેતીની જમીન ત્રંબૌના સર્વે નં. 41વાળી જમીન અંગે વિવાદ થતાં ફરિયાદી પ્રેમજી આશધીર શાહે ત્રંબૌના હસમુખલાલ છગનલાલ રાજગોર વિરુદ્ધ કલેક્ટર ભુજ સમક્ષ અરજી કરતાં કલેક્ટરનો હુકમ થઇને આવતાં રાપર પો. સ્ટે.માં આરોપી હસમુખલાલ વિરુદ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ જમીનના ગેરકાયદેસર કબજા સબબ ફરિયાદ દાખલ થઇ હતી. આ ફરિયાદના અનુસંધાને આરોપી હસમુખલાલે જિલ્લા કોર્ટ-ભુજ સમક્ષ આગોતરા જામીન પર મુક્ત થવા અરજી કરતાં જેમાં બંને પક્ષને વિગતવાર સાંભળી, આધાર-પુરાવા તપાસી, પ્રાથમિક દ્રષ્ટિએ ફરિયાદીની ખોટી હકીકતોવાળી હોવાનું માની લેન્ડગ્રેબીંગ (સ્પે.) કોર્ટે આરોપી હસમુખલાલને આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો હતો. આરોપીના વકીલ તરીકે રાપરના રાજેશ આર. ચંદેએ હાજર થઇ દલીલો કરી હતી.