આદિપુરનું દંપતિ ભુજ હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને નાશી ગયું

copy image

copy image

આદિપુરના વૃદ્ધાશ્રમ પાસે રહેતું એક દંપતિ તેમના નવજાત બાળકને રામબાગ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલમાં લઈ આવ્યા પછી નવજાતને તરછોડીને નાશી ગયાની ફરિયાદ ભુજ શહેર બી ડિવીઝન પોલીસ મથકે નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.પૂર્વ કચ્છના આદિપુરમાં વૃદ્ધાશ્રમ પાસે રહેતા મિનાબેન અને પ્રકાશભાઈ નામના દંપતિ તેમના નવજાત બાળકને રામબાગ હોસ્પિટલમાંથી ગત તા.૨૩- ૬-૨૦૨૪ની રાત્રીના ૨.૪૯ મિનીટે ૧૦૮ એબ્યુલન્સમાં વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. આથી પીડિયાટ્રીક વિભાગના તબીબો દ્વારા નવજાત બાળકની તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી હતી. નવજાત બાળકને શ્વાસની તકલીફ હોવાથી સી.પેપ મશીનથી ઓક્સિજન તેમજ બ્લડમાં ચેપ હોવાથી એન્ટીબાયોટીક દવાઓની સારવાર આપવામાં આવી હતી. આ નવજાત બાળકની તબિયત ગત તા.૨૬-૬- ૨૦૨૪ના સારી થઈ જતાં તેના માતા- પિતાની શોધખોળ હાથ ધરાઈ હતી. તેમજ તેમણે લખાવેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક સાધતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હોવાથી તબીબ દ્વારા હોસ્પિટલ પોલીસ ચોકીને જાણ કરાઇ હતી. જોકે તેમ છતાં નવજાત બાળકના મા-બાપ મળી આવ્યા ન હતા. આથી પીડિયાટ્રીક વિભાગના હેડ તબીબ રેખાબેન ગુરુમુખદાસ થદાનીએ ભુજ શહેર બી ડિવીઝનમાં નવજાત બાળકને તરછોડી માતા મિનાબેન અને પિતા પ્રકાશભાઈ નાશી ગયાની ફરિયાદ નોંધાવતા પી.આઈ. આર.જે.હુમ્મરના નેજા હેઠળ પીએસઆઈ જે.કે.બારિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.