ભુજમાં પૌત્રીને માર મારી દાદાની જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
copy image

ભુજના તથબાહ ટાઉનશીપમાં રહેતી એક યુવતીને માલધારી ચોકમાં તેના દાદાએ રોકી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. ભુજના કોડકી રોડ પર તથબાહ ટાઉનશીપમાં રહેતી અલવિરા જાબીર સમેજા (ઉ.વ.૨૦) તેમની માતા રહિમાબેન સાથે નમાજ પઢીને ઘેર જતાં હતી ત્યારે માલધારી ચોકમાં તેના દાદા અમીન ભુરાલાલ ભામાણીએ રોકીને તું તારા સાસરિયામાં કેમ રહેતી નથી તેમ કહી ગાળો કાઢી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.