ધ્રોબાણાના યુવાન પર શખ્સનો પાઈપ વડે હુમલો

copy image

copy image

ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે રહેતા યુવાન પર અગાઉ કરેલી ફરિયાદનું મનદુ:ખ રાખી તે ગામના શખ્સે  લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખાવડા પોલીસમાં નોંધાવી હતી. ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા મુકીમ મામદ સમા નામના ૩૦ વર્ષના યુવાને અગાઉ તે ગામના જબ્બાર ઈશાક સમા વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જે વાતનું મનદુ:ખ રાખી મુકીમ પર શનિવારે સવારના અરસામાં લોખંડના પાઈપ વડે હુમલો કરી ગાળો ભાંડી. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખાવડા પોલીસમાં નોંધાવી હતી.