ભચાઉમાં આઠ માસ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલવા માંગ ઉઠી
ભચાઉના ભવાનીપુરમાં આજથી આઠ માસ પૂર્વે ઘરમાંથી થયેલી ચોરીનો ભેદ સત્વરે ઉકેલવા અંગે પોલીસવડા સમક્ષ રજૂઆત કરાઈ હતી. ભવાનીપુર શેરી નં.18માં રહેતા હરેશભાઈ નેણશીભાઈ સુથારનાં મકાનમાં ગત તા. 18/11/2023ના ચોરી થઈ હતી. તસ્કરોએ અહીંથી સોના-ચાંદીના આભૂષણો સહિત 13 તોલા જેટલો સોનાનો માલ લઈને પલાયન થયા હતા. આ ચોરી અંગે ફરિયાદ થયાના મહિનાઓ બાદ પોલીસ પ્રશાસન દ્વારા ગુનાનો ભેદ ઉકેલાયો નથી. સત્વરે આ અંગે યોગ્ય કાર્યવાહીની માંગ સાથે કચ્છ બોર્ડર રેન્જના વડા અને પૂર્વ કચ્છ પોલીસવડા સહિતના સમક્ષ રજૂઆત કરાઈ હતી.