ભુજમાં ગેસ ચૂલાથી દાઝી ગયેલા વૃદ્ધાનું સારવાર હેઠળ મોત

copy image

copy image

copy image
copy image

ભુજના ધનશ્યામનગરમાં દરજી કોલોનીમાં રહેતા એક વૃદ્ધા રસોડામાં ગેસ ચાલુ કરવા જતાં અકસ્માતે દાઝી જતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. ભુજના ધનશ્યામનગરની દરજી કોલોનીમાં રહેતા નર્મદાબેન કાનજીભાઈ ત્રિવેદી નામના ૮૦ વર્ષના વૃદ્ધા ગત તા.૧-૭-૨૦૨૪ના બપોરના અરસામાં રસોડામાં ગયા હતા, ત્યારે ગેસના ચુલામાં સાડીનો છેડો અડી જતાં તેઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજયું હતું. આ અંગે ભુજ શહેર એ ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.