મેઘપર બોરીચીમાં મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
copy image

અંજાર તાલુકાના મેઘપર સીમમાં આવેલા રવેચીનગરમાં રહેતા મહીલાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવી લીધું હોવાની ઘટના પોલીસ મથકે નોંધાઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મેઘપર બોરીચીના રવેચીનગરમાં રહેતા 38 વર્ષીય ઝવેરબેન ધનજીભાઈ કોલીએ શનિવારે અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઇ લીધો હોવાનું તેમનો મૃતદેહ લઇ આવનાર સંજયભાઇએ તબીબને જણાવતાં તબીબે અંજાર પોલીસને જાણ કરી હતી. કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.