આદિપુરમાં મહિલાના આપઘાત પ્રકરણે સાસરિયા સામે ફરિયાદ

copy image

copy image

આદિપુરમાં પરિણીતાએ આપઘાત કરવાના પ્રરકણમાં તેના સાસરિયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ થતાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા. આદિપુરના મણિનગર વિસ્તારમાં રહેનાર અનિતાબેન દેવીપૂજક નામના મહિલાએ ગળે ફાંસો ખાઈ પોતાનાં જીવનનો અંત આણ્યો હતો જે અંગે તેમના પિતા પરબત પ્રેમજી દેવીપૂજકે આ મહિલાના પતિ શંકર કાંતિ દેવીપૂજક, દિયર રામજી કાંતિ દેવીપૂજક તથા જેઠ ખીમજી કાંતિ દેવીપૂજક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પતિને અન્ય મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાથી અનિતાબેન તેને આવા સંબંધ ન રાખવા કહેતાં તેનું મનદુ:ખ રાખી તેને શારીરિક -માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે આ મહિલાથી સહન ન થતાં તેમણે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. પોલીસે મરવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ  ગુનો નોંધી બે શખ્સોને પકડી પાડયા હતા.