સગીરા પર દુષ્કર્મ આચરનાર માંડવીના શખ્સને આજીવન કેદની સજા ફટકારાઈ

copy image

copy image

માંડવીના શખ્સે  સાત વર્ષ પહેલાં તા.૧૭-૧- ૨૦૧૮ના ૧૫ વર્ષની સગારીનું અપહરણ કરી, લઈ જઈને જુદા-જુદા વિસ્તારોમાં છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું. જે આરોપીને ભુજની કોર્ટ દ્વારા આજીવન કેદની સજા તેમજ રૂ.પ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. ફરિયાદીની સગીર વયની પુત્રીને માંડવીનો આરોપી ઈશાક હુશેન સાટી તા. ૧૭-૧-૨૦૧૮ના રોજ વહેલી સવારે ફરિયાદીને થરે જઈને આરોપી તેમજ સગીરા વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ ઈન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં સગીરાનું અપહરણ કરીને મહારાષ્ટ્રના તલ્લા ઉપરાંત પુનાના કરજત ગામે લઈ જઈને છરી બતાવીને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ બનાવ અંગે માંડવી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ  ગુનો નોંધાવાયો હતો. આ કેસ ભુજના સ્પે.(પોક્સો) જજની કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં પ્રોસિક્યુશન તરફે ૧૮ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૫ સાક્ષીઓને તપાસમાં આવ્યા હતા. બાદમાં આઈપીસી ૩૬૩માં આરોપીને ૩ વર્ષની સજા અને રૂ.૧૦ હજાર દંડ, આઇપીસી ૩૬૬માં ૧૦ વર્ષની સજા અને રૂ.૧ લાખનો દંડ, આઈપીસી ૩૭૬ના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ.૨ લાખનો દંડ, પોક્સો એક્ટની કલમ પ(એલ), e મુજબ આજીવન કેદની સજા અને રૂ.૨ લાખનો દંડ ફટકારાયો હતો. હુકમ મુજબ કુલ રૂ.૫ લાખના દંડમાંથી રૂ.૪ લાખ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરાયો હતો. કેસમાં પ્રોસિ ક્યુશન તરફે પોક્સો એક્ટના ખાસ સરકારી વકીલ એચ. બી.જાડેજાએ હાજર રહીને સાક્ષી તપાસ્યા હતા અને દલીલો કરી હતી.