અંજારની જૈન કોલોનીમાં લૂંટ કરનાર ગેંગની મહિલા આરોપીની ધરપકડ
copy image

અંજારની જૈન કોલોનીમાં રહેતા વૃધ્ધ જૈન દંપતિના ઘરમાં ઘૂસી ઝપાઝપી કરી છરીની અણીએ સોનાની બે બંગડીઓની લૂંટને તા.23 જાન્યુઆરીની રાતના અરસામાં બનેલી ઘટનામાં ભાગેડુ એક આરોપીને એલસીબીએ પકડી લીધો હતો અને આજે આ લૂંટમાં જેની સંડોવણી ખુલી હતી તે મહિલા આરોપીને સ્થાનિક પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.. આ ઘટનામાં નાસતા ફરતા આરોપી અંજારના શેખ ટીંબા વિસ્તારમાં ગરાસિયા ફળિયામાં રહેતા ઇબ્રાહીમ હુસેન કકલને લૂંટમાં ઉપયોગ કરેલી બાઇક સાથે એલસીબીએ પકડી લીધા બાદ આ લૂંટના ગુનામાં સંડોવાયેલી અને ભાગેડુ મહિલા આરોપી અંજારની નયના ઉર્ફે ચકી મહેશભાઈ પ્રજાપતિની પણ ધરપકડ કરવામાં આવી હતી.