નાગ્રેચામાં રિસામણે ગયેલી પત્નીને લેવા જતાં બે પરિવાર વચ્ચે મારામારી
copy image

માંડવી તાલુકાના નાગ્રેચામાં રિસામણે ગયેલી પત્ની અને બાળકોને લેવા જતાં બે દિવસ પૂર્વે નાગ્રેચામાં બે પરિવારો વચ્ચે મારામારી થતાં સામસામે 22 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી . ફરિયાદી રજિયાબેન લતીફ મંધરાના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાના માવતરે આવ્યા હતા અને આરોપીઓ તેમને સાસરિયામાં લઇ જવા આવ્યા હતા, પંરંતુ તેઓને સાસરિયામાં જવું ન હોવાથી આરોપીઓ પરિવારના સભ્યોએ જેમતેમ ગાળો આપી માર માર્યો હતો. મામાસસરા નૂરમામદ ઓસમાણ મંધરા અને જેઠ આમદ ઇશા મંધરાએ ફરિયાદીને જેમતેમ શબ્દો કહી મામાસસરા નૂરમામદે વાળ પકડીને ઢસડી હતી. જેઠ આમદે અને નણંદોઇ હમીદ ઇસ્માઇલ તથા પતિ લતીફ ઇશા મંધરાએ ફરિયાદીને માર માર્યો હતો. સાહેદો રોમતબાઇ, આમદભાઇ, મુજિરા, રિયાઝ, જોયબ વચ્ચે પડતાં તેઓને પણ માર મરાયો હતો. અન્ય આરોપીઓ અભુભખર ઓસમાણ, કાસમ ઓસમાણ, નૂરમામદ ઉમર મંધરા, સાલેમામદ જુશબ મંધરા, સિધિક ઇસ્માઇલ મંધરા, હમઝા અલીમામદ મંધરા, અકબર અભુભખર મંધરા, જેનાબાઈ ઇશા મંધરા, હલીમાબાઇ જાકબ મંધરા, જેલુબાઇ અભુભખર મંધરા તથા મજીદ ઓસમાણ મંધરા, રસીદ ઇબ્રાહીમ મંધરાએ ફરિયાદી અને સાહેદોને માર મારતાં મહાવ્યથા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સામે પક્ષે પતિ લતીફ ઇશા મંધરા (રહે. સલાયા તા. માંડવી)એ આ જ બનાવને લઇ નોંધાવેલ પ્રતિ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પત્ની અને બાળકોને લેવા આવ્યા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદીને ધકબુશટનો માર મારી ધોકા અને લોખંડના હથિયાર વડે માથાંમાં માર મારી ઇજા પહોંચાડી હતી. જેમાં રજિયા લતીફ મંધરા, રિયાઝ લતીફ મંધરા, જોયબ લતીફ મંધરા, રોમતબાઇ આમદભાઇ મંધરા, આમદ ઇસ્માઇલ મંધરા, અબ્દુલ ઉમર મંધરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગઢશીશા પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.