સજા વોરંટના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડીને જેલ હવાલે કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ.વિશ્વા શાહ સાહેબ નાઓ દ્વારા નામદાર કોર્ટમાં ન્યાયિક પ્રક્રીયા સરળતાથી ચાલી શકે તેમજ નામદાર કોર્ટ દ્વારા ઈશ્યુ થયેલ સજા વોરંટ તથા પકડ વોરંટની બહોળી બજવણી કરવા સારૂ સુચન કરેલ હોય
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. એ.એમ.હેરમાં સાહેબ નાઓ દ્વારા ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે ખાતે આવેલ નામદાર કોર્ટના સજા વોરંટ તથા પકડ વોરંટની બહોળી બજવણી કરવા જરૂરી સુચના આપેલ જે અન્વયે નામદાર ચીફ જ્યુડી.મેજી ભુજ કોર્ટના ફોજદારી કેસ નં.૫૭૨/૨૦૨૨ વાળા કામે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી નાસતા ફરતાં એન.આઈ એક્ટ કલમ ૧૩૮ મુજબ સજા પામેલ આરોપી પોતાની ધરપકડથી બચવા સારૂ નાસ્તો ફરતો હોય જેને પકડી પાડવા સર્વલન્સ સ્ટાફ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી તપાસમાં હતા તે દરમ્યાન સર્વલન્સ ટીમના પો.હેડ કોન્સ. નરેન્દ્રસિંહ પી.જાડેજા તથા પો.હેડ કોન્સ. ભરતભાઇ કે. માજીરાણા નાઓને નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકિકતના આધારે નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવેલ ઈસમને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
સુરક્ષા
સ પકડાયેલ આરોપીનું નામ સરનામુંCE સંજયભાઇ મસાભાઇ ભરવાડ ઉ.વ.૨૪ રહે.ભરવાડવાસ ગામ.હરીપર તા.ભુજ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરી પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.હેરમા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દીલીપસિંહ ભરતસિંહ સિંધવ તથા પો.હેડ.કોન્સ. ભરતભાઇ કે. માજીરાણા તથા નરેન્દ્રસિંહ પી.જાડેજા તથા પ્રકાશભાઇ સવશીજી ઠાકોર નાઓ દ્વારા આ કામગીરી છે.