અકલી ગામે લગ્નમાં ઘોર ઉડાવતી વેળાએ ટોળાએ હુમલો કર્યો

dhoka-vade-humlo

copy image

copy image

ખાવડાના અકલી ગામે લગ્નમાં ઘોર ઉડાવતી વેળાએ ટોળાએ હીંચકારો હુમલો કરતા ફરિયાદ નોંધાઈ હતી .અકલી ગામે રહેતા અલીમામદ જુસબ સુમરાએ જણાવ્યું કે, લગ્નમાં ગયા ત્યારે આરોપીઓ ઇલિયાસ ગુલમામદ સુમરા, અબ્દુલકરીમ ગુલમામદ સુમરા, અયુબ ઈલિયાસ સુમરા, સદામ અબ્દુલકરીમ સુમરા,રોમતુલ્લા ઈલિયાસ સુમરા,જાની તારમામદ સુમરા અને જામ અશરફ સુમરા આવ્યા અને ઘોર કરતા હતા ત્યારે અચાનક પકડીને લાકડીઓ વડે માર મરાયો હતો.સાહેદ સાલેમામદ,અબ્દુલ જુસબ સુમરા,સુલેમાન જુમા સુમરા,હસન અબ્દુલ્લા સુમરાને પણ માર મરાયો હતો. ફરિયાદીના ભત્રીજા બાબતે આરોપીઓએ શક વહેમ રાખીને હુમલો કર્યો હતો.