ડુમરામાં છ શખ્સોએ  યુવાનને માર મારી અસ્થિભંગની ઇજા પહોંચાડી

copy image

copy image

અબડાસા તાલુકાના ડુમરામાં સાંજના અરસામાં  યુવાનને જૂના ઝઘડાના મનદુ:ખમાં માર મારી અસ્થિભંગ અને ટાંકા સહિતની ઇજા પહોંચાડાતાં ફરિયાદ નોંધાઇ  હતી . આ અંગે કોઠારા પોલીસ મથકે ડુમરાના ઇમરાન મામદ સુમરાએ નોંધાવેલ ફરિયાદ મુજબ સાંજ અરસામાં  જૂના ઝઘડાના મનદુ:ખમાં ડુમરાના બસ સ્ટેશન પાસે આરોપી વિક્રમસિંહ ભોજરાજસિંહ રાઠોડ તથા શેતાનસિંહ રાઠોડ આવી ગાળો આપી ધકબુશટનો માર મારવા લાગતાં તેમનાથી છોડાવી ઇરફાન દૂર જઇ રહ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓ યુવરાજસિંહ ઉર્ફે ઇલુ નરેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (રહે. બંને ડુમરા) અને ભોદેશ્વર કેમ્પના લાલા જાડેજા તથા જયપાલસિંહ જાડેજા ત્યાં આવી લોખંડના પાઇપથી માર મારી પગમાં અસ્થિભંગ તથા 14 ટાંકાની ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી.