અંજારમાં યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત
copy image

અંજારમાં ગુલાબ મિલ નજીક પાણીના હોજમાં પડી જતાં ડૂબી જવાથી યુવાનનું મોત થયું હતું. અંજારમાં રહેનાર ધાર્મિક પ્રવૃત્તિના મયૂર મઢવી(ઉ.વ. 24) નામના યુવાનનું સવારના અરસામાં મોત થયું હતું. ગુલાબ મિલ પાસે આવેલા પાણીના ખાડા (હોજ)માં રહેલી માછલીઓને લોટ નાખવા આ યુવાન ગયો હતો. પાણીના હોજ ઉપર ચડેલા આ યુવાનનો પગ લપસી જતાં તે પાણીમાં ગરકાવ થયો હતો. દરમ્યાન 20થી 25 ફૂટ ઊંડા આ ખાડામાં ભરેલા પાણીમાં ડૂબી જતાં યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો.