સામખિયાળીમાં કિશોરી પર દુષ્કાર્ય અંગે ફરિયાદ

ભચાઉ તાલુકાના સામખિયાળીમાં એક કિશોરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજારનારા શખ્સ સામે ગુનો દર્જ થયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આ આરોપીને પોલીસે પકડી પાડી જેલ હવાલે કર્યો હતો. સામખિયાળી ગામમાં ગત ફેબ્રુઆરી મહિનાથી 9/9 દરમ્યાન આ ચકચારી બનાવ બન્યો હતો. અહીં રહેનાર એક સગીરાના શખ્સે ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને છેલ્લા સાત મહિના દરમ્યાન તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આ ચકચારી બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે દોડધામ આદરીને આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો હતો.