વ્યાજખોર ભાઈઓ પર પોલીસની તવાઈ : બેનામી અસ્કયામતો મળી:કોઠારા

બે દિ’ પૂર્વે બે ભાઈઓ વિરુદ્ધ વ્યાજખોરી સંબંધે પોલીસ ફરિયાદ બાદ તેની અટક કરી લેવાઈ હતી અને બે દિવસથી તેને ત્યાં પોલીસે દરોડા પાડી બેનામી અસ્કયામતો જપ્ત કરી છે.સૂત્રો પરથી મળતી માહિતી હજુ રાત સુધી કાર્યવાહી ચાલુ રહેવાની હોવાથી આ અંગે આવતીકાલે વિગતો જાહેર થવાની સંભાવના સામે આવી છે. બે દિવસ પહેલાં કોઠારાના હેર કટિંગની દુકાન ચલાવતા આરોપી વિરુદ્ધ વ્યાજખોરી સંબંધે ફરિયાદ નોંધાવી હતી. વ્યાજના વિષચક્રમાં ફસાવી તેની જમીન હડપ કર્યાની વિગતો ફરિયાદમાં નોંધાવી હતી. આ બનાવમાં પોલીસે આરોપી ની અટક કરી લીધા બાદ પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તેના ઠેકાણાઓ પર દરોડા પાડી તેઓ પાસેથી અનેક બેનામી અસ્કયામતો મળી આવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસનો સંપર્ક સાધતાં હજુ કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું. આવતીકાલે આ મોટી કાર્યવાહી અંગે વિગતો જાહેર થવાની શક્યતા સામે આવી છે.