મોટા કપાયાના તળાવમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો
copy image

મુન્દ્રા તાલુકાના મોટા કપાયા મુકામે તળાવમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ મથકેથી બનાવ જાહેર કરનાર મોહસીન મહેબુબ મૌવર (મિયાણા)ને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ગત બપોરે ત્રણ વાગ્યાના અરસામાં મોટા કપાયા સ્થિત દિલ્હી દરબાર હોટલની સામે ન્યુ પોર્ટ રોડની પશ્ચિમે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળના તળાવમાંથી અંદાજિત ત્રીસથી પાંત્રીસની વયના અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં હતભાગીનું મોત અજાણ્યા કારણોસર તળાવમાં ડુબી જવાથી થયું હોવાનું સપાટીએ તરી આવ્યું છે.પોલીસે મૃતકની ઓળખ માટેના પ્રયાસ હાથ ધરી તપાસ આદરી હતી.