ગાંધીધામમાં ઘરમાંથી 26 હજારના દારૂ, બિયરનો જથ્થો પોલીસે ઝડપ્યો

daru

copy image

copy image

ગાંધીધામના ભવાનીનગરમાં પોલીસે રહેણાક ઘરમાં દરોડો પાડતા દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો, સ્થળ પર આરોપી ન મળતા તેના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગાંધીધામ એ ડિવીઝન પોલીસ ગત રોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે બપોરના અરસામાં મળેલી બાતમીના આધારે  ગળપાદરના ભવાની નગરમાં આવેલા આરોપી નરેંદ્રગીરી ઉર્ફે પપ્પુ પ્રેમગીરી ગોસ્વામીના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે બાતમી અનુસારના ઘરમાં જઈને બુમ પાડતા કોઇ સામે આવ્યું નહતું, જેથી અંદર જઈને તપાસ કરતા વિદેશી દારૂની 55 બોટલ અને બિયરના 24 ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 26,750 નો મુદામાલ જપ્ત કરીને હાજર ન મળી આવેલા આરોપી સામે ગુનો નોંધ્યો હતો. આમ ગાંધીધામ એ ડિવીઝન પોલીસે પ્રોહીબીશનની કલમો તળે ગુનો નોંધીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.