મથલમાં ગામનો જ શખ્સ ઘરમાં ઘુસી 40 હજારની ચોરી કરી

copy image

copy image

નખત્રાણા તાલુકાના મથલ ગામમાં વહેલી સવારના અરસામાં  ગામનો ઇસમ ચોરી કરવા ઘરમાં ઘુસ્યો હતો અને મહિલા જોઈ જતા તેને ધક્કો મારી નીચે પાડી દીધા બાદ રોકડ 10 હજાર અને 30 હજારનો ચેઈન ઉઠાવી લઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો હતો .પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રમેશભાઈ માવજીભાઈ પોકારે નખત્રાણા પોલીસ મથકે ગામના જ આરોપી સિધિક જુસબ લુહાર વિરુદ્ધ ગુનો નોધાવ્યો હતો .ફરિયાદીના જણાવ્યા મુજબ ગુરુવારે સવારે છ વાગ્યાના અરસામાં પોતે ન્હાવા માટે ગયા હતા.એ દરમિયાન આરોપી ઘરમાં ઘુસ્યો હતો.ઘરની બહાર કપડા ધોતા ફરિયાદીના પત્નીને કોઈ શખ્સ ઘરમાં ઘુસ્યો હોવાનું જાણવા મળતા અંદર ગયા હતા. જેથી આરોપી દરવાજાની પાછળ છુપાઈ ગયો હતો અને દરવાજાને ધક્કો મારી ફરિયાદીની પત્નીને નીચે પાડી દીધી હતી.રાડારાડી થતા ફરિયાદી બહાર આવ્યા હતા ત્યારે આરોપી ગેલેરીમાંથી કુદીને બહાર ભાગી ગયો હતો. જે બાદ તપાસ કરતા ફરિયાદીની પેન્ટના ખિસ્સા માં રાખેલ રોકડ રૂપિયા 10 હજાર અને રૂપિયા 30 હજારની સોનાની ચેઈન આરોપી ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું હતું. બનાવને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો  નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.