કનૈયાબેની કંપનીમાં ક્રેનના હૂકમાંથી ગડર છૂટી યુવાન ઉપર પડતાં મોત
copy image

ભુજ તાલુકાના કનૈયાબે પાસેની એક કંપનીમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ક્રેનના હૂકમાંથી સ્ટીલની ગડર છુટી યુવાન સુજીતસિંગ વસિહતસિંગ ઉપર પડતા ગંભીર ઈજાના પગલે તેનું મોત થયું હતું. . કનૈયાબે પાસેની એમ. ડબલ્યુ.ની અંદર આવેલી સેટક કંપનીમાં આજે સાંજે ચાર વાગ્યા આસપાસ ક્રેનથી સ્ટીલની ગડર ઉતારવા માટે હતભાગી સુજીતસિંગ નીચે ઉભો હતો. ક્રેનના હૂકમાંથી ગડર છુટીને સુજીતસિંગ ઉપર પડતા તેને છાતીના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આથી તેને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી પદ્ધર પોલીસને જાણ કરાઈ હતી.