માદક પદાર્થના ગુનાનો ફરાર આરોપી નલિયામાંથી ઝડપાયો

copy image

copy image

ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનાનો આરોપી સિરાજ ઇકબાલ મુસાભાઈ મિસ્ત્રી (રહે. બાંભડાઈ ફળિયો, નલિયા) છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. જે નલિયાની સબ જેલ સામે રોડ પર હાજર હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ત્યાં જઈને તપાસ કરતાં આરોપી મળી આવ્યો હતો. તેથી તેને સીઆરપીસી ૪૧૯૧)(આઈ) મુજબ ધરપકડ  કરીને આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ ડી.બી.વાઘેલા, રુદ્રસિંહ જાડેજા, હરિલાલ બારોટ, ધર્મેન્દ્ર રાવલ, કનક સિંહ ગોહિલ, વિમલ ગોડેશ્વર, બલવંતસિંહ જાડેજા તેમજ નીરૂબેન જોડાયા હતા. કચ્છમાં સમયાંતરે માદક પદાર્થ સાથે શખ્સો પકડાતા હોય છે. જોકે આવા પ્રકરણોનો પર્દાફાશ કરવા માટે પોલીસના જવાનો પણ દિનરાત મહેનત કરતા હોય છે.