ગાંધીધામના મહિલા વકીલ સાથે સીએનજીના કર્મચારીએ ગેરવર્તન કરતાં ફરિયાદ
copy image

ગાંધીધામમાં રહેતા મહિલા વકીલ શનિવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં રતનાલ નજીક આવેલ અંજલી પેટ્રોલપંપમાં સીએનજી ગેસ ભરાવવા જતાં તેના કર્મીએ નોઝલ ફીટ થતી નથી. પાડેલા ફોટા અને વીડિયો ડિલીટ કરવા બળજબરી કર્યાની ફરિયાદ પદ્ધર પોલીસમાં નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીધામમાં રહેતા મહિલા વકીલ પાપ્તિબેન ધનિક સત્રા (ઉં.વ.૩૪) શનિવારે બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં રતનાલથી કુકમા વચ્ચે આવેલ અંજલી પેટ્રોલ પંપમાં તેમની ગાડીમાં સીએનજી ગેસ પૂરાવવા માટે ગયા હતા. જેવાં ગેસ સ્ટેશનના કમીએ તમારી ગાડીમાં નોઝલ ફીટ નથી થતી તેમ કહી ગેસ પૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. આથી પ્રાપ્તિબેને ગેસ નહીં પૂરી આપવા અંગેની ફરિયાદ કરવા માટે તેમના મોબાઈલમાં ફોટા અને વીડિયો ઉતાર્યો હતો. આથી પંપના આ કર્મચારીએ પ્રાપ્તિબેનના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. જે મોબાઈલ પરત આપવાની માગણી કરતા પંપના કર્મચારીએ મોબાઈલમાંથી ફોટા અને વીડિયો ડિલીટ કરવાની શરતે પાછો આપી જોહુકમી ભર્યું વર્તન કર્યાની ફરિયાદ પદ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે અંજલી પેટ્રોલ પંપના સીએનજી ગેસ સ્ટેશનના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.