ગાંધીધામના જુની સુંદરપુરીમાં દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

daru2

copy image

copy image

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગત 14/7ના રાત્રીના અરસામાં માહિતી મળી હતી કે જુની સુંદરપુરીમાં આરોપી નરસિંહ ઉર્ફે નરેશ પાલાભાઈ સીંચ (મહેશ્વરી) એ પોતાના મકાનમાં દારૂની બોટલો રાખીને વેંચાણ કરે છે. જે અનુસાર ધોબીઘાટના અંબેમાના મંદિર પાસે આવેલા મકાનમાં દરોડો પાડતા ત્યાંથી દારૂની 1750ની કિંમતની 5દારૂની બોટલો હતગત કરાઈ હતી. પોલીસે આરોપી સામે પ્રોહીબીશનની કલમો નોંધીને તપાસ હાથ ધરી હતી. અત્રે નોંધનીય  છે કે, ગત રોજ પણ અલગ અલગ બે કાયર્વાહી સુંદરપુરીમાં પોલીસે કરી હતી.