મીઠીરોહરમાંથી 70 હજારનું દ્વિચક્રી વાહન ચોરાયું

scooty chor

copy image

copy image

ગાંધીધામના મીઠીરોહરમાં પાર્કિંગ કરેલા 70 હજારના દ્રી ચક્રી વાહનની ચોરી  થઈ હોવાની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ  હતી. ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે ઈકબાલ હુશેનભાઈ ત્રાયાએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત 10/7ના રાત્રીથી સવાર  સુધી તેમણે પોતાની એક્ટીવા મીઠીરોહરના સોઢા ફળીયામાં પાર્ક કરેલી હતી. તેને અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરાઈ હોવાનું ફલીત થયું હતું. પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધીને તપાસનો દોર હાથ ધર્યો હતો . વાહન ચોરીની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયથી વધારો થયેલો જોવા મળે છે.