ભીમાસર નજીક ચાલુ ટ્રેનમાંથી કૂદકો મારી યુવાનનો આપઘાત
copy image

અંજાર તાલુકાના ભીમાસર નજીક ચાલુ ટ્રેનમાંથી નીચે કૂદી રાજેશ મોહન પાસવાન (ઉ.વ.28) નામના યુવાને આપઘાત કર્યો હતો. ભીમાસરમાં સોમનાથ કંપનીની વસાહતમાં રહેનાર રાજેશ પાસવાન નામના યુવાને ગત તા. 16-7ના અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાને ગાંધીધામથી ગોરખપુર જવા માટે ટ્રેનની ટિકિટ લીધી હતી અને મુસાફર તરીકે ટ્રેનમાં બેઠો હતો. બાદમાં કોઈ અગમ્ય કારણોસર ટ્રેનના ડબ્બામાંથી કૂદકો મારતાં ટ્રેનમાં આવી જતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું.