સામખિયાળી નજીક ૧૮૬૦ લીટર ચોરાઉ ઓઈલ સાથે  એક ઝડપાયો

copy image

copy image

સામખિયાળી-મોરબી નેશનલ હાઈવે પર પોલીસે છોટા હાથીને રોકાવીને તેની તપાસ લેતા તેમાંથી ૧૮૬૦ લીટર ચોરાઉ ઓઈલનો જથ્થો મળી આવતા રૂ.૩.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ, સામખિયાળી – મોરબી નેશનલ હાઈવે પર લાકડિયા પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે પર આવેલી હક સ્ટીલ કંપની પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન છોટા હાથી પસાર થતાં તેને થંભાવીને તપાસ લેતા તેમાંથી ૧૩ બેરલોમાંથી ૧૮૬૦ લીટર ઓઈલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેના આધાર પુરાવા માંગતા છોટા હાથીના ચાલક રાજસ્થાનના લાછીવડાના સાંચોરના ઓમપ્રકાશ હરચંદરામ બિશ્નોઈ પાસે નહીં હોવાનું જણાવતા પોલીસે બી.એન. એસ.એસ.ની કલમ-૧૦૬ મુજબ ઓઈલનો જથ્થો અને વાહન હસ્તગત  કર્યા હતા. જ્યારે વાહનચાલકની બીએનએસએસની કલમ ૧૩૫ (૧)ઈ હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પે..લાકડિયા પોલીસે કુલ રૂ.૩.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.