નલિયા એસ.ટી. ડેપોમાં સફાઈના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ

અબડાસાના મુખ્ય મથક નલિયા એસ.ટી. ડેપોમાં અપાતા સફાઈ કોન્ટ્રાક્ટમાં કૌભાંડ આચરાયું હોવાની રાવ ઊઠવા પામી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લા સહિત દરેક તાલુકા મથકોના એસ.ટી. ડેપોમાં સફાઈ કામના કોન્ટ્રાક્ટ અપાય છે, જેમાં અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે  ડેપો મેનેજર દ્વારા કચેરીમાં જ કામ કરતા એપ્રેન્ટિસ કર્મચારીનાં નામે જ કોન્ટ્રાક્ટ બતાવી બિલો બનાવી કૌભાંડ આચરાતું હોવાનું જિલ્લા મથકે ધ્યાને આવતાં હિસાબી અધિકારી સહિતની ટીમ તપાસ અર્થે સ્થાનિકે દોડી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.