ભુજના સ્મૃતિવનમાં પણ ચોરી શરૂ થઈ: કેબલ અને કેમેરાની તસ્કરી

copy image

copy image

આર્કિટેક ક્ષેત્રે બેસ્ટ ડિઝાઈન માટે હાલમાં ભુજના સ્મૃતિવનને યુનેસ્કો દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયો હતો. દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવતા સ્મૃતિવનમાં ચોરી થવા લાગતા ચિંતાનો વિષય બન્યો છે  ભુજ માર્ગ અને મકાન પેટા વિભાગ વિદ્યુતના નાયબ કાર્યપાલક ઇજનેર જયકરણ મહેશભાઈ ગઢવીએ બી ડિવિઝન પોલીસ મથકે   નોંધાવેલ ફરિયાદ મુજબ ગત 17 જુલાઈના બપોરે 3:00 ત વાગ્યાના અરસામાં સ્મૃતિવનના ૨ વાયરમેન રવિ પટેલે ફોન કરી જાણ કરી હતી કે, સ્મૃતિવનમાં ઈ ચેકડેમ નંબર 7 પાસે પેનલમાંથી કોપરનો પટ્ટો અને કેમેરા ગાયબ  છે જેથી સ્થળ પર તપાસ કરતા 3,000નો કોપરનો બસ બાર પટ્ટો તથા 35,000ની કિંમતનો બુલેટ સીસીટીવી કેમેરા ગાયબ જણાયો હતો.સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું કે,તે સન પોઈન્ટ ખાતે હાજર હતા ત્યારે બપોરના 1:00 વાગ્યે કોઈ અજાણ્યા ઈસમ મોઢે રૂમાલ બાંધેલો હતો તેને સન પોઇન્ટથી પાછળ ભાગતા જોયો હતો જેથી પીછો કરવામાં આવ્યો હતો તેની પાછળ ભાગતા હાથમાં રહેલા પકડ. ડીસમીસ અને લાઈટ બાવળોની ઝાડીમાં ફેંકીને નાસી ગયો હતો તપાસ કરતા જાણવા મળ્યું કે, દસ દિવસ પહેલા સ્મૃતિવનમાં પાણી પુરવઠા વિભાગના બોરના આશરે 45 મીટર કોપર કેબલની પણ ચોરી થઈ હતી. હાલમાં 38 હજારના મુદ્દામાલની ચોરીની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી.