કેરા માં G.E.B. દ્વારા આપતા ત્રાસથી ગામ લોકો પરેશાન

કેરા ગામે લાઈટ નાં ત્રાસથી ગામ લોકો પરેશાન થઈ ચૂક્યા છે રાત હોય કે દિવસ વરસાદ હોય કે નાં હોય પણ 10 વખત લાઈટ બંધ થાય છે જ્યારે 12 મહિના પહેલા વાવાઝોડુ આવિયો તેના પછી લાઈટ નાં કોઈ ઠેકાણા હોતા નથી 500 વખત મેન્ટેનન્સ નાં બહાને લાઈટો બંધ કરી લોકોને મૂર્ખ બનાવવા માં આવે છે જ્યાં જુવો ત્યાં થાંભલાઓ પર વાયરો આડેધડ પડિયા છે કોઈ મેન્ટેનન્સ કામ સરખું થતું નથી 2 કલાક નું કામ હોય છે ને 5 થી 7 કલાક બંધ રખાય છે છતાં એજ હાલત દેખાય છે ગામના વાયરમેન ને ફોન કરો તો ઉપાડે નહીં અથવા વ્યસ્ત બતાવે દહીસરા નાં ફોન બંધ હોય છે બાકી ગામ માં કોઈ જવાબદાર વ્યક્તિ નથી જેથી તેને રજૂઆત કરી સકાય તેવું ગામ લોકો જણાવી રયા છે