ભુજ તાલુકાના એક ગામમાંથી 17 વર્ષીય સગીરાનું અપહરણ
copy image

ભુજ તાલુકાના એક ગામમાંથી 17 વર્ષીય સગીરાનું અપહરણ થયું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ ઘટના અંગે વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તા. 1/8ની રાતથી બીજા દિવસની સવાર સુધીમાં આરોપી ભગુભાઈ રવાભાઈ નાગદાનભાઈ વરચંદ (આહીર) (ઉ.વ. 47, રહે. મોખાણા, તા. ભુજ) નામનો આરોપી 17 વર્ષીય સગીરને લગ્નની લાલચ આપી, ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાણીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. આ ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.