માંડવી બીચ ઉપર ડૂબતા બે યુવાનને બચાવી લેવાયા

dead on lake

copy image

dead on lake
copy image

માંડવીના વિન્ડફાર્મ બીચ ઉપર બપોરના અરસામાં  ગાંધીધામથી માંડવી ફરવા આવેલા બે  યુવાન દરિયાના પાણીમાં બેઠા હતા, ત્યારે તોફાની મોજાએ મારો કરતાં બન્ને યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બીચ ઉપર ઉપસ્થિત માનવતા વાદી લોકોએ પાણીમાં જીવના જોખમે કૂદી બંન્નેને બહાર કાઢી જિંદગી બચાવી હતી.ગાંધીધામમાં કંપનીમાં સર્વિસ કરતા રવિકુમાર કિશોરીલાલ શર્મા (ઉં.વ.36) તથા સુનીલ રવિકુમાર શર્મા (ઉ.વ.38)ને પાણીમાંથી બહાર કાઢી પ્રથમ માંડવીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના સ્ટાફે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કર્યા હતા. કારણ કે,આ બંન્ને યુવાનોને રીફર કર્યા બાદ પ્રથમ માંડવીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીધામ લઈ જવામાં આવ્યા હતા. જેમની તબિયત ચિંતામુકત હોવાનું તેમની સાથે રહેલ અન્ય ત્રણ યુવાનોએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. સેવાભાવી નરેનભાઈ સોની, બીચ ઉપર અમરનાથ બાવાજી તથા અન્ય તરવૈયાઓએ બન્ને યુવાનોને બચાવ્યા હતા.