મીઠીરોહરના સર્વિસરોડ પર ટ્રેઇલર હડફેટે આવતા ગાંધીધામના યુવાનનું મોત
copy image

ગત તા. 11/7ના ગાંધીધામના મીઠીરોહર સામે સર્વિસરોડ પર કન્ટેનર ટ્રેઇલરે બાઇકને અડફેટે લેતાં ગાંધીધામના 57 વર્ષીય પ્રવીણભાઇ કાંતિલાલ સોનીનું ગંભીર ઇજાનાં પગલે સારવાર હેઠળ મોત નીપજયું હતું, 11મી જુલાઇના સવારે આઠેક વાગ્યાના અરસામાં પ્રિન્સ મોબાઇલ મીઠીરોહરની સામે આવેલા સર્વિસરોડ પર સર્જાયેલા આ માર્ગ અકસ્માત અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે, અપનાનગર ગાંધીધામ રહેતા દીપેશ પ્રવીણભાઇ સોનીએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 11/7ના તેમના પિતા પ્રવીણભાઇ બાઇક લઇને મીઠીરોહર ગામે કાદરીપીરની દરગાહે દર્શન કરી પરત આવતા હતા ત્યારે કન્ટેનર ટ્રેઇલરએ પાછળથી ભટકાવી અકસ્માત સર્જતાં તેમના પિતાને ગંભીર ઇજા પહોંચાડી ઘાયલ કરી દીધા હતા. આથી પ્રથમ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા, જ્યાં તા. 12/7ના સારવાર હેઠળ મોત નીપજ્યું હતું. ટ્રેઇલરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.