ભુજમાં પત્તા ટીંચતી નવ મહિલા અને પાસા ફેંકતા બે ખેલી ઝડપાયા : ચાર નાસી છૂટયા

copy image

copy image

ભુજની જૂની રાવલવાડીમાં ગઇકાલે તીનપત્તીનો જુગાર રમતી નવ મહિલાને જ્યારે ભુજિયા રિંગરોડ રામનગરીમાં ધાણીપાસાંનો જુગાર રમતા બે ખેલીને પકડી પાડ્યા  હતા, જ્યારે ચાર નાસી છૂટયા હતા અને ગાંધીધામમાં છ જુગારી પકડાયા હતા, ઉપરાંત સામખિયાળીમાં પણ પોલીસે દરોડો પાડી જુગાર રમતા શખ્સને પકડયા હતા. ભુજની જૂની રાવલવાડીમાં ગણેશમંદિર પાસે ગીતાબેન કૈલાસ સોમૈયાનાં ઘરની બહાર આંગણામાં  સાંજના અરસામાં  ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ગીતાબેન ઉપરાંત દિવ્યાબેન બકુલ જોશી, ધનલક્ષ્મીબેન શિવજીભાઇ મૈસુરી, હેમાબેન ડાયાલાલ સીજુ, લક્ષ્મીબેન ખીમજી ફફલ, સમીબેન આતુ મહેશ્વરી, ધનબાઇ બાબુલાલ મહેશ્વરી અને મીનાક્ષીબેન પૂનમચંદ મહેશ્વરી (રહે તમામ ભુજ)ને રોકડા રૂા. 11,410ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે પકડી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બપોરના અરસામાં  ભુજિયા રિંગરોડ રામનગરીમાં આવેલા જોગણીમાનાં મંદિરના વરંડાના ગેટ પાસે જાહેરમાં ધાણીપાસાંનો જુગાર રમતા પ્રકાશ રાજેશ ગુરખા અને રૂપસિંગ સુરેશભાઇ સોની (રહે. બન્ને ભુજ)ને પોલીસે પકડી પાડ્યા  હતા, જ્યારે વિનોદ દિનેશ દેવીપૂજક, સોમાભાઇ દેવીપૂજક, ચમન બાબુ દેવીપૂજક અને સાગર વિજય દેવીપૂજક (રહે. તમામ રામજનરી-ભુજ) નાસી છૂટયા હતા. દરોડા દરમ્યાન બી-ડિવિઝન પોલીસે રોકડા રૂા. 10,800 કબજે લઇ છ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરમ્યાન ગાંધીધામના કારગો મધ્યે આવેલા બાપા સીતારામ નગરમાં પોલીસે દરોડો પાડયો હતો. ત્યારબાદ જાહેરમાં ગંજીપાના વડે જૂગાર રમતા ઇરફાન શબ્બીરભાઇ શેખ, માનુજી ચેલાજી ઠાકોર, મૂળજીભાઇ કરશનભાઇ વાઘેલા, પ્રવીણ મૂળજીભાઇ મકવાણા, પ્રવીણ કરશનભાઇ વાઘેલા અને કાળુ  પ્રેમજીભાઇ પરમાર રહે. તમામ કાર્ગોની ધરપકડ કરી લીધી હતી. આ ઇસમો પાસેથી રોકડા રૂપિયા 26,200નો મુદ્દામાલ હસ્તગત  કરાયો હતો. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ ભચાઉ તાલુકાના સામખિયાળીમાં શાંતિનગર પ્લોટ વિસ્તારમાં સાંજના અરસામાં  તીનપત્તીનો જુગાર રમતા જીવણભાઇ લાખાભાઇ કોલી, મણિલાલ ચકુભાઇ લુહાર, કેશાભાઇ દાનાભાઇ ચૌહાણ અને વજેરામ ભાણજીભાઇ રાજગોર (રહે. તમામ સામખિયાળી)ને રોકડા રૂા. 16,100ના મુદ્દામાલ સાથે સામખિયાળી પોલીસે પકડી પાયદેસરની કાર્યવાહી કરી હતી.