વલસાડ જિલ્લામાં ટ્રક અને ઈકો કાર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં પાંચનાં ઘટનાસ્થળે જ મોત

copy image

copy image

વલસાડ જિલ્લામાં આજે સર્જાયેલ ગોઝારા બનાવમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, કપરાડાના કુંભઘાટ નજીક ટ્રક અને ઈકો કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલા તમામ મુસાફરો કપરાડાના આંબા જંગલ ગામના વતની હતા. આ તમામ મુસાફરો ઈકો કારમાં સવાર થઈને કપરાડાથી નાનાપોંઢા તરફ જઈ રહ્યા હતા. તે સમયે કુંભઘાટના વળાંક નજીક સામેથી આવતી ટ્રક સાથે ઈકો કારની જોરદાર ટક્કર થતાં આ ઘટના બની હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.