ગાંધીધામની સગીરાએ ધો. 11માં ઓછા ટકા આવતા ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
copy image

ગાંધીધામની રેલવે કોલોનીમાં સામે આવેલી ચોંકાવનારી આપઘાતની ઘટનામાં 15 વર્ષીય સગીરાએ ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ હતું.આદિપુરની રામબાગ હોસ્પિટલ કિશોરીને બેભાન અવસ્થામાં લઈ આવનાર પિતાએ જણાવ્યું કે કિશોરીનું 11નું રીઝલ્ટ ઓછુ આવતા મનમાં લાગી આવતા ગત 19/7ના રાત્રીના અરસામાં ઘરે ફાંસો ખાઈ લીધો હતો. જેને અંજુરાની હોસ્પિટલ લઈ જતા સારવાર હેઠળ તેનું મોત નિપજ્યું હતું. જેથી તેને રામબાગ હોસ્પિટલ લઈ જવાતા ત્યાં તપાસ કરતા હાજર તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.કિશોરીએ લીધેલા આ પગલાથી સમગ્ર પરીવાર સ્તબ્ધ છે તો સમાજ માટે આ એક મોટો સબક પણ છે.