ભુજમાં જુગાર રમતા સાત ઝડપાયા

copy image

copy image

ભુજના સરપટ નાકા બહાર શાંતિનગરમાં તીનપતીનો જુગાર રમતા સાત ખેલીને પોલીસે પકડી  પાડયા હતા. રાતના અરસામાં  એ -ડિવિજન પોલીસને બાતમી મળી હતી કે, શાંતિનગર જત ફળિયામાં દિલીપભાઈ ગૌરીશંકર રાજગોરના મકાનની બહાર જુગાર રમાઈ રહ્યો છે. આથી પોલીસે દરોડો પાડતા ગોળ કુંડાળું કરી તીન પતીનો જુગાર રમતા દિલીપભાઈ ઉપરાંત અજરૂદીન સિદીક મુતવા, સતાર રમઝાન ત્રાયા, અલીમામદ દાઉદ કુંભાર, અભુભખર મામદ કુંભાર, ઈસ્માઈલ ઓસમાણ કુંભાર અને સલીમ કાસમ કુંભાર (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 12,300, સાત મોબાઈલ કિ. રૂા. 26,000 અને ત્રણ બાઈક કિ. રૂા. 70,000 એમ કુલ્લે રૂા. 1,08,300નો મુદામાલ હસ્તગત  કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.