ભુજમાં યુવાન ઉપર બે શખ્સનો છરી વડે હુમલો

copy image

copy image

ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક રાતના અરસામાં બે શખ્સો છરી વડે હુમલો કરી યુવાનને ઘાયલ કરતા ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ભાવેશભાઈ મુકેશભાઈ પરમાર (ગૌરક્ષક)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના મિત્ર વ્યવસાયે પત્રકાર એવા રાજુભાઈ પ્રજાપતિએ પોલીસની ટ્રાફિક કામગીરી દરમ્યાન પાડેલા ફોટા બાબતેનું મનદુ:ખ રાખી આરોપી નિઝામ મોગલ અને ઈરફાન બલોચે રાજુભાઈને  રાતે જ્યુબિલી સર્કલ પાસે મળવા બોલાવ્યા હતા. જ્યા રાજુભાઈને નિઝામે ધક્કો મારી ગાળો આપી હતી આથી ફરિયાદી ભાવેશે ગાળો આપવાની ના પાડતા તેના ઉપર છરી વડે હુમલો કરતા હાથથી બચાવવા જતા ખભાથી કોણી સુધી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘાયલ ભાવેશ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.