ગાંધીધામમાં એક મકાનમાંથી 19 હજારનો દારૂ જપ્ત
copy image

ગાંધીધામના ભારતનગર જનતા કોલોની સાધુ વાસવાણી સોસાયટીના એક મકાનમાં પોલીસે છાપો મારી રૂા. 19,950ના શરાબ સાથે શખ્સને ઝડપી પાડયો હતો. ગાંધીધામની જનતા કોલોની, સાધુ વાસવાણી સોસાયટીના મકાન નંબર 405, વોર્ડ-11-બીમાં રહેનાર રાજુ શંકરલાલ સિન્ધીએ પોતાના કબજાના મકાન નંબર 406માં દારૂ સંતાડયો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. આધેડને સાથે રાખી બંધ મકાનમાં તપાસ કરાતાં બાથરૂમમાંથી દારૂ નીકળી પડયો હતો. અહીંથી 750 એમ.એલ.ની ઇમ્પ્રેશન, એપીસોડ, ગ્રીનલેબલ, આઇસ મેજિકની બોટલો કુલ્લ કિંમત રૂા. 19,950નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લેખેલો આ દારૂ કયાંથી આવ્યો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી. જેની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.