પૂર્વ કચ્છમાં જુગારના ત્રણ દરોડામાં 13 ખેલીની ધરપકડ

copy image

copy image

પૂર્વ કચ્છના ભચાઉ, રાપરના કથ્થડધાર તથા અંજારમાં પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરીને કુલ 13 ખેલીને પકડી પાડી રોકડ રૂા. 51,130  જપ્ત  કર્યા હતા. ભચાઉની જલારામ સોસાયટીમાં મેઘુભા નવુભા જાડેજાના ઘરની બહાર ફળિયામાં ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે રાતના અરસામાં  છાપો માર્યો હતો. અહીં જાહેરમાં પતા ટીંચતા રમેશ રામજી પ્રજાપતિ, રમેશ પુનશી પ્રજાપતિ, ઘનશ્યામ રાયશી પ્રજાપતિ તથા રમણીકલાલ દયારામ સોની નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા.  પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 17,400 તથા ચાર મોબાઇલ એમ કુલ રૂા. 55,400નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રાપરના કથ્થડધાર વિસ્તારમાં નદીની ખીણમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે  પોલીસે આ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં જુગાર ખેલતા અબ્દુલ્લા અલયતબશા શેખ (મુસ્લિમ), હનીફ કાસમશા શેખ, મુસ્તાક અલીઅકબર શેખ, ભરત રામજી કોળી, સચિન મનુ તથા હાજી મોડજી સમા નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂા. 22,330 જપ્ત કર્યા હતા. અંજારના શેખટીંબા વિસ્તારમાં કોળી સમાજવાડી સામે ખુલ્લી જગ્યામાં પોલીસે છાપો માર્યો હતો. અહીં જાહેરમાં પત્તા ટીંચતા અબ્બાસ અલીઅકબરશા શેખ, અસલમ હનીફ શેખ તથા શબ્બીર ઉર્ફે અલી લતીફશા શેખ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 11,400 હસ્તગત કરવામાં આવ્યા હતા.